હવે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં માં આશાપુરા ના દર્શને ભક્તો નીકળી પડ્યા છે જેમાં અમુક લોકો પગપાળા જતા હોય તો અમુક સાયકલ અથવા મોટરસાઇકલ વડે જતાં હોય છે.
જેમાં મોરબીનો એક ક્ષત્રિય યુવાન પણ સાયકલ વડે માતાં ના મઢ જવા નીકળી પડ્યો હતો અને માં આશાપુરા માં અપાર શ્રદ્ધા ધરાવતા કપિલસિંહ ખુમાનસિંહ રાણા નામનો યુવાન ગત તા.૬/૧૦ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મોરબી થી સાયકલ લઈને માતાના મઢ જવા રવાના થયો હતો બાદમાં આ યુવાન બીજે દિવસે એટલે કે તા.૦૭/૧૦ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે માતા ના મઢ ખાતે પહોચીને માં આશાપુરા ના આશીર્વાદ મેળવ્યા હતા.એટલે કે આ યુવાને પોતાની યાત્રા ૨૩.૧૫ કલાકમાં પૂર્ણ હતી. તેમજ આ યુવાન ને કચ્છ રાજપૂત કરણી સેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.