મોરબીના માણિમંદિર નજીક આવેલ મોટા પીરની દરગાહ ગેરકાયદેસર બાંધકામ હોવાને પગલે લેન્ડ ગ્રેબિંગ કેસ માં જેલ હવાલે રહેલ મુંજાવર ની જામીન અરજી રદ કરવામાં આવી છે.
જેમાં વિગત મુજબ મોરબીના માણિમંદિર નજીક આવેલ દરગાહ મામકે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેમજ મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ એમ પી પંડયા દ્વારા જે તે સમયે દરગાહના મુંજાવર ઝાફરશા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને અમદાવાદ ઍરપોર્ટ પરથી આરોપી ઝાફરશાની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બાદમાં મુંજાવરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જે બાબતે આરોપીના વકીલ દ્વારા મોરબી કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજીની ગઈકાલે મેજીસ્ટ્રેટ મહિડા સાહેબની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ ડિજીપીપી વિજય જાની દ્વારા જામીન ન આપવા ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.