જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ
મોરબી:મોરબીના વૃદ્ધની હળવદના કીડી ગામે આવેલ જમીન પચાવી પાડી હોય આ જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
હળવદ પોલીસ મથકમાં ફરિયાદી નાનજીભાઈ મોહનભાઈ બજાણીયા ઉ.વ.૭૫ (ધંધો મજુરી રહે.હાલ મોરબી લીલાપર રોડ સનવર્ડ કારખાનામાં મોરબી મુળ રહે. કીડી દરબારગઢ તા.હળવદ જી.મોરબી)વાળાએ આરોપી જગદિશસિહ બળવંતસિહ જાડેજા (રહે.મારૂતિનગર એરપોર્ટ રોડ સરસ્વતી સ્કુલની પાછળ રાજકોટ)ની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવેલ કે, આરોપીએ ફરીયાદીની માલીકીની હળવદ તાલુકાના કીડી ગામની સીમના રેવન્યુ સવૅ ૪૭૩ પૈકી ૧ ની જમીન હે.આર.ચો. ૦-૫૮-૬૮ ચો.મી વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી.