મોરબી તાલુકાના ધુનડા ગામના સર્વે નં. 299 ની ખેતીની જમીન પર વિનય સ્કૂલનાં માલિકો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીનમાં પાયા નાખી ગેર કાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેને લઇને જમીન માલિક પ્રવીણભાઈ માવજીભાઈ કાજીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ધુનડા ગામના સર્વેનં. 299 ની જમીનના માલિક પ્રવિણભાઈ માવજીભાઈ કાજીયાએ જીલ્લા કલેક્ટરમાં લેખીત ફરીયાદ લેન્ડ ગ્રે એક્ટ હેઠળ કરી છે. જેમાં પ્રવિણભાઈના જમીનના સર્વે નં.299 ની જમીનમાં હેકટર ચો.મી.0-79-93 ની લગોલગ આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં તમામ માલિકો દ્વારા ફરિયાદીની માલિકીની જમીનમાં પાયા નાખી અનઅધિકૃત રીતે કરી નાખ્યું છે. તે ઉપરાંત ફરિયાદીની માલિકીની ખરાબાની જમીનમાં પણ ગેરકાયદેસરના બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. જમીનમાં માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં માલિકો દ્વારા કોઈ નક્કર ઉકેલ નહિ લાવતા જમીન માલિક પ્રવીણભાઈ કાંજીયા દ્વારા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં ભાગીદારો સામે તા. 06/02/2024 ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -2020 હેઠળ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. તેમ છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જમીન માલિક દ્વારા કોર્ટમાં જવા માટેની પણ તૈયારી દેખાડવામાં આવી છે.