ટંકારા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં થયેલ લુંટના ગુન્હામા ગયેલ મુદામાલ પૈકીના સોના ચાંદીની વસ્તુ તથા રોકડા રૂપીયા રિકવર કરી મૂળ માલિકને પરત આપવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૩૦/૦૭/૨૦૨૫ ના મોડી રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર લુંટારૂએ ફરીયાદી મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીના ખોડલધામ આશ્રમના તાડા તોડી આશ્રમમાં ચોરી છુપીથી પ્રવેશ કરી આશ્રમમાં ગૃહમાં ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવી સોનાની કડી (મુંદરી) કાઢી લઇ તથા હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૮૭૦૦૦/- ની મતાની લુંટ કરી હતી. જે સમગ્ર મામલે ફરીયાદીએ અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને પોલીસ દ્વારા પકડીને ખંતપુર્વક આરોપીઓ પાસેથી ગુન્હામાં ગયેલ મુદામાલ રોકડ રકમ પૈકી અગાઉ રૂ-૨૦,૦૦૦/- તથા સોનાની કડી (મુંદરી) રૂ. ૩૫,૦૦૦/- તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ રૂ. ૨૦૦/- મળી કુલ રૂ. ૫૫,૨૦૦/-નો મુદામાલ ફરીયાદીને સુપ્રત કરવા હુકમ કરવામા આવતા ફરીયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે.









