મહામંડલેશ્વર પદવી મેળવનાર રત્નેશ્વરીદેવીનું ભવ્ય સ્વાગત
મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ રત્નેશ્વરીદેવીને મહામંડલેશ્વર પદવી અર્પણ કરાઈ હતી. તેમના સન્માનમાં મોરબીના કાલીકા નગરમાં ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા.
મહાકુંભ પ્રયાગરાજ ખાતે શ્રી શ્રી ૧૦૦૮ રત્નેશ્વરીદેવીને મહામંડલેશ્વર પદવી આપી સન્માન કરવામાં આવ્યું હતું જે અવસરે મોરબીના કાલીકાનગર ગ્રામજનો દ્વારા પૂજ્ય મહામંડેલશ્વર રત્નેશ્વરીદેવીનું સંતો, મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા જેમાં સદગુરુઓ, સંત-મહંતો અને ભક્તગણોએ ઉમંગભેર ભાગ લીધો હતો. ત્યારે આ પવિત્ર અવસરે મોરબીના જલારામ મંદિર દ્વારા નાના બાળકો માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા દ્વારા દરેક બાળકોને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી.