ગત તા.૨૮/૦૯/૨૦૧૨ ના રોજ મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી રૂ.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ત્રણ આરપીઓની અલગ-અલગ સમયે અટકાયત કરી હતી. પરંતુ આ ગુનાનો મુખ્ય આરોપી નાસ્તો ફરતો હોવાથી મોરબી ક્રાઇમ બ્રાંચે તેની તપાસ હાથ ધરી ગઈકાલે રવિરાજ ચોકડી ખાતેથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૮/૦૯/૨૦૧૨ ના રોજ લીલાપર રાધે પાર્ટી પ્લોટની પાછળ, શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશી દારૂની ૮૯૮૮ બોટલોનાં રૂ.૪૦,૫૧,૮૦૦/- ના મુદામાલ સાથે મિત વિજયભાઇ ચૌહાણ (રહે. મોરબી)ને પકડેલ જે ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલા (રહે. મોરબી) તથા ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ (રહે. શનાળારોડ, ગુજરાત હાઉંસીંગ બોર્ડ, મોરબી) તથા સોનારામ દુદારામ કડવાસરા (રહે.બાડમેર, રાજસ્થાન)ને અટક કરવામાં આવેલ જે ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા (રહે લજાઇ તા.ટંકારા જી. મોરબી)નુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ જેની તપાસ કરતા તે છેલ્લા છએક માસથી નાસતો ફરતો હોય જે આરોપી હાલ રવિરાજ ચોકડી ખાતે હોવાની હકિકત પેરોલ ફર્લોની ટીમને મળતા સ્થળે તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા (રહે. લજાઇ તા.ટંકારા જી. મોરબી) મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.