Thursday, January 1, 2026
HomeGujaratમોરબીના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી સાબરમતી જેલ હવાલે...

મોરબીના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી સાબરમતી જેલ હવાલે કરાયો

મોરબીના ચકચારી કોલસા કૌભાંડના મુખ્ય આરોપી તથા અગાઉ પણ સમાન ગુનામાં સંડોવાયેલા આરોપી સામે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ કડક અટકાયતી કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં આરોપી નવઘણભાઈ બાલાસરાને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ચકચારી બનેલા કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયત કરી તેને અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી એલ.સી.બી. દ્વારા ગત તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મળેલ બાતમીને આધારે જુનાસાદુળકા ગામ તરફ જતા રસ્તે આવેલ એક પ્લોટમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ખુલાસો થયો હતો કે મુદ્રા પોર્ટથી ટ્રકો મારફતે આવતો ઇમ્પોર્ટ કોલસો કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ ફેક્ટરીમાં લઈ જવાના બહાને ટ્રક ડ્રાઇવર અને માલિકો સાથે મળી કંપની દ્વારા લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમ અને સીલ ખોલી ટ્રકમાંથી ઇમ્પોર્ટ કોલસો કાઢી લેવાતો હતો. ત્યારબાદ તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો ભેળવી મોટા પાયે કોલસા ચોરીનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. રેઇડ દરમિયાન સ્થળ પરથી ઇમ્પોર્ટ કોલસો, હલકી ગુણવત્તાનો કોલસો, ટ્રક, ટ્રેક્ટર-લોડર, હિટાચી મશીન, મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ.૧.૦૯ કરોડનો મુદામાલ જપ્ત કરી ચાર આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા. બાદમાં તપાસ દરમિયાન કુલ ૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની ગંભીરતા જોતા મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર તથા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડનો મુખ્ય આરોપી નવઘણભાઈ જશાભાઈ બાલાસરા અગાઉ પણ વર્ષ ૨૦૨૪માં સમાન પ્રકારના કોલસા કૌભાંડમાં સંડોવાયેલ રહ્યો હતો. આથી મોરબી એલ.સી.બી.ના પીઆઇએ આરોપી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો. જેના આધારે મોરબી એલ.સી.બી.ની અલગ-અલગ ટીમોએ કાર્યવાહી કરી આરોપી નવઘણભાઈ જશાભાઈ બાલાસરા રહે. મોરબી વાવડી રોડ સતનામ સોસાયટી શેરી નં.૧ મૂળ રહેવાસી કેરાળી તા.જી. મોરબી વાળાને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!