મોરબી કોલસા ચોરી કૌભાંડમાં સંડોવાયેલ આરોપીને SMC દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. કોલસા ચોરી કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભગીરથ હુંબલને SMC એ પકડી ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે.
મોરબીમાં કોલસા ચોરી કૌભાંડમાં ફરાર આરોપીને SMC દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. ચાર મહિના પહેલા SMC ટીમે દરોડો પાડી ૩.૫૭ કરોડનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જે SMC એ કરેલ દરોડામાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ ફરાર થઈ યુગાન્ડા નાસી ગયો હતો.ત્યારે SMC ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ લુક આઉટ સેક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આજે આરોપી યુગાન્ડા થી યુ એ.ઇ. થઈ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હોવાની બાતમી મળતા SMC દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે હાલ આરોપી પાસેથી માત્ર ૧૦ હજારની કિંમતનો એક મોબાઈલ કબ્જે લેવામાં આવ્યો છે. જે કૌભાંડમાં અત્યાર સુધીમાં ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.