મોરબીથી સગીરવયની બાળકીનું ચાર મહિના પહેલા પલાસડી ગામેથી આરોપી અપહરણ કરી ભગાડી ગયો હતો. જેના ગુનામાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટે આરોપીઓને શોધી કાઢી ભોગબનનારને શોધી કાઢી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ મોરબીના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીઓને શોધવા તપાસ આરંભી હતી. જે દરમિયાન પો.હેડ કોન્સ જયવંતસિંહ ગોહીલ તથા ફુલીબેન ઠાકોરને બાતમી મળી હતી કે, આરોપી અને અપહરણ થયેલ બાળા વિરમગામ તાલુકાના વણીગામે છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા. ત્યારે પોલીસે બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સોપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.