રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) દ્વારા મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ ડીટેકટ કરવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તેમજ દારૂ/ જુગારની પ્રવૃતી સદંતર નેસ્તનાબુદ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના બેસ સ્ટન્ડમાંથી મોબાઇલફોન ચોરીના ગુન્હામાં ફરાર એક ઇસમને પોકેટ કોપ તથા સીસીટીવી ફુટેજના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઇ. બી.ટી. ગોહિલની ટીમ રાજકોટ શહેરમાં બનતા મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તેમજ દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય, જે દરમિયાન આજે તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન તેઓને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે રાજકોટ શહેર, રેલ્વે સ્ટેશન જંકશન રોડ પરથી એક શકમંદ ઇસમ મળી આવેલ હોય જેના ઇ.ગુજકોપ સોફ્ટવેરમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી કરાવતા પોતે અગાઉ (3) ચોરીમાં પકડાયેલ હોય જેને ગઇ તા.૦૮/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાંથી ચોરી થયેલ મોબાઇલનો સીસીટીવી ફુટેજનો વીડીયો બતાવતા જે વીડીયોમાં પોતે હોવાનુ અને ચોરી કરેલની કબુલાત આપતા જે આધારે મજકુર ઇસમ રાજકુમાર નારાયણ નોનીયા (રહે.હાલ – સુરત હાલ રૂમ નં.૨૩, લાલાભાઇ ના મકાનમાં ભાડેથી, પર્વત પાટીયાથી આગળ લીંબાયત, સુરત મુળ – તીનપહાળ, થાના – રાજમહલ, જી.સાહેબગંજ (ઝારખંડ))ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.