મોરબીના રવાપર ગામ થી ઘુનડા જવાના રોડ પર આવેલ માધવ ગૌશાળા કે જેનું સંચાલન રવાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે ગૌશાળાની અંદર એક વ્યક્તિ જે દરરોજ ગૌશાળા ની ગાયોનો દૂધ ભરી આપતો હોય ત્યારે તે વ્યક્તિ દ્વારા હિસાબનો ગોટાળો કરતું હોવાનું જણાતા ગામના લોકો દ્વારા તેમને દૂધ આપવાની ના પાડવામાં આવી હતી જેનો ખાસ રાખી એ વ્યક્તિ દ્વારા માધવ ગૌશાળા ના બે સંચાલકોને માર મારવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે ભરતી વધુ માહિતી મુજબ માધવ ગૌશાળા ના સંચાલક નરસિંહભાઈ વેલજીભાઈ ચારણીયા ઉંમર વર્ષ 61 રહે વા પર ગામ રાધે એપાર્ટમેન્ટ શંકરના મંદિરની સામે વાળાએ પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી છે કે માધવ ગૌશાળા નું સંચાલન સમસ્ત રવાપર ગામ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગૌશાળા ની ગાયોનું દૂધ ભરી આ કામના આરોપી પુંજાભાઈ રબારી રહે હાલ રવાપર માધવ ગૌશાળા ની પાછળ મૂડ બનાસકાંઠા વાળાને આપતા હોય પરંતુ તેમના દ્વારા હિસાબમાં ગોટાળો કરતો હોય જે જણાવતા તેમને દૂધ આપવાની ના પાડતા આરોપી પુંજાભાઈ ને માઠું લાગતા આ બાબતનો ખાસ રાખી ગૌશાળા પર બેસેલ ગૌશાળા ના સંચાલક અને આ કામના ફરિયાદી નરસીભાઇ વેલજીભાઈ તથા સાહેબ વસંતભાઈ ને ગૌશાળાએ જઈ તેમની સાથે ઝઘડો કરી ગાળો આપી જપાજપી કરી અને ફરિયાદીને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારવાની ધમકી આપી હતી જે બાબતે મથકમાં આરોપી પુંજાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે