Friday, January 3, 2025
HomeGujaratમોરબી બાર એસોસિએશન દ્વારા માસ્ક વિતરણ કરાયું

મોરબી બાર એસોસિએશન દ્વારા માસ્ક વિતરણ કરાયું

મોરબીમાં વધતા જતાં કોરોનાં સંક્રમણને ધ્યાનમાં રાખી બાર એસોસિએશન અને કાનૂની સેવા સતા મંડળ દ્વારા આજરોજ કોર્ટ ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન DLSA એ.ડી.ઓઝા અને કાનૂની સેવા સત્તા મંડળનાા સચિવ આર. કે. પંડ્યા, બાર એસો. પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતના બાર એસોસિએશનનાં આગેવાનો દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને માસ્ક પહેરવા તથા કોરોના સંદર્ભે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાર એસોસિએશન દ્વારા તા. ૨ થી ૯ એપ્રિલ સુધી વધતા કોરોના સંક્રમણને પગલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નિર્ણય કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!