ગઈકાલે મોરબી જીલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃત આવે તે હેતુસર મોરબી પોલીસ દ્વારા ગઈકાલે મોરબી શહેરી વિસ્તાર તથા હાઈવે પર મોસ્ક વિતરણ કરી લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા તથા માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી હતી ત્યારે આજે પણ જીલ્લા એસઓજી પીઆઈ જે. એમ. આલ , ટ્રાફિક પોલિસ અને રવાપર ગામ ના આગેવાનો દ્વારા મોરબીની રવાપર ચોકડી પાસે રીક્ષા દ્વારા લોક જાગૃતિ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લોક જાગૃતિનાં આ કામમાં રવાપર ગ્રામ પંચાયતનાં તરુણભાઈ પેથાપરા અને રવાપર ગામનાં આગેવાનો જોડાયા હતાં