મોરબીના ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળીયાએ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ અને આજુબાજુના વિસ્તાર માટે ૧૯ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના મંજુર કરવા બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાનો આભાર માનવા માટે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.









