મોરબી શનાળા રોડ હાઉસિંગ બોર્ડના રહેણાંકમાં રહેતી ૨૦ વર્ષીય જાનકીબેન ચંદ્રેશભાઈ સોની(નેપાળી)નામની યુવતી ગઈ તા.૧૩/૦૮ના રોજ તેના પિતાને ઘરેથી કામ ઉપર જવાનું કહી લાપતા થઈ હોય જેથી યુવતીના પરિવાર દ્વારા આપમેળે પરિચિતો અને ઓળખીતામાં તપાસ શરૂ કરતા જાનકીબેનના કોઈ સગડ ન મળતા ગઈ તા.૨૪/૦૮ના રોજ જાનકીબેનના ભાઈ દ્વારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી.
બીજીબાજુ લાપતા થયેલ જાનકીબેન પોતાના પ્રેમી વિશાલભાઈ પરમાર સાથે અમદાવાદ ભાગી જઈ ત્યાં પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન કરી લીધા બાદ બંને યુગલ વિશાલભાઈના નાના કે જેઓ ખાખરેચી ગામે રહેતા હોય ત્યાં બંને રોકાઈ ગયા હતા. ત્યારે પોલીસ મથકમાં લાપતા થયાની ફરિયાદ થયા હોવાનું જાનકીબેનને જાણવા મળતા જાનકીબેન અને વિશાલભાઈ ગઈકાલ તા.૦૬/૦૯ના રોજ લગ્ન નોંધાણીના આધાર પુરાવા સાથે સીટી એ ડિવિઝનમાં હાજર થયા હતા. હાલ પોલીસે ગુમ પરત અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









