મોરબીના સ્વર્ગ એપાટમેન્ટ બ્લોક નંબર ૨૦૩ વિધ્યુત પાર્ક સોસાયટી રવાપર રોડ ખાતે રહેતો સ્મીતભાઇ ગણેશભાઇ દેત્રોજા નામનો યુવક ગત તા.૨૦/૦૪/૨૦૨૩ના રોજ બપોરના સમયે ગુમ થયેલ હોય જે અંગેની ફરિયાદ યુવકના પિતા ગણેશભાઇ કરમશીભાઇ દેત્રોજા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેને લઈ પોલીસે ગુમ થયેલ યુવકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, બનાવના ૮ દિવસ બાદ યુવક તા-૨૮/૦૪/૨૦૨૩ ના રોજ પોતે પોતાની રીતે ઘરે પરત આવી ગયેલ હોય જેને લઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને યુવકના પિતાએ યુવક પોતાની મેળે ઘરે પરત ફર્યો હોવાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે.