મહેસાણામાં અર્બુદા સેનાના નેતા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજની સંસ્થાનુ વેપારીકરણ થયું છે જેમાં સેવાનો ભાવ ઓછો થયો છે એ પૈસા કમાવાનો ભાવ વધ્યો છે. તેમજ ઉતર ગુજરાતની ગણપત યુનિવર્સિટી સામે પણ પ્રશ્ન ઉભા કર્યા હતા. જેને લઇને પાટીદાર સમાજના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વળતો જવાબ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મહેસાણા ખાતે અર્બુદા ભવન ખાતે અર્બુદા સેનાની બેઠક મળી હતી. જે બેઠકમાં અર્બુદા સેનાના નેતા અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી કહ્યું હતું કે પાટીદાર સમાજની સંસ્થાઓનું વેપારીકરણ થયું છે. જેમાં સેવાનો ભાવ ઓછો અને પૈસા કમાવવાનો ભાવ વધુ છે. તેમજ ઉતર ગુજરાતની શૈક્ષણિક સંસ્થા ગણપત યુનિવર્સિટી સામે પણ સવાલો કર્યા હતા. જેને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ ઉપર આક્ષેપ કરવો તે બરાબર નથી. તેમજ દરેક લોકો સમાજ સેવા કરતા જ હોય છે. તેમજ પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ સુખી સંપન્ન છે. અને કરોડો રૂપિયાના દાન કરનારા ટ્રસ્ટીઓ છે. તમે જે સ્ટેટમેન્ટ કરો છો તેમાં તમારી જ થોડી ઘણી બચેલી આબરૂ જાય છે. અને તમે શું છો ? તે સમગ્ર ગુજરાતને ખબર છે. તેથી ભાષણ કરતા પહેલા વિચાર કરવો જોઈએ તેમ કહી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિપુલ ચૌધરી ને રોકડું પરખાવી દીધું હતું. હવે પોતાના જ નિવેદન ને કારણે વિવદ ઊભો થતાં વિપુલ ચૌધરી ની પ્રતિક્રિયા પર સૌની મીટ મંડાયેલી છે.