Saturday, July 27, 2024
HomeGujaratહાર્વેસ્ટર ચલાવીને ભેગા કરેલ પૈસા તસ્કર ઉસેડી ગયો:હળવદના માનસર ગામે કારનાં કાચ...

હાર્વેસ્ટર ચલાવીને ભેગા કરેલ પૈસા તસ્કર ઉસેડી ગયો:હળવદના માનસર ગામે કારનાં કાચ તોડી રોકડા પંદર લાખની ચોરી.

હળવદ શહેર સહીત મોરબી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કર ટોળકી સક્રીય થતા સતત ચોરીના બનાવો બની રહ્યા છે હળવદ તાલુકામાં બાજુમાં પડેલ કાર પણ સલામત રહેતી ન હોવાની બૂમો ઉઠી છે. ત્યારે ગઈકાલે હળવદના માનસર ગામે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હારવેસ્ટિંગ મશીનથી ઘઉ કટીગ કરનાર વેપારીની બોલેરોમા રહેલ 15 લાખ રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હરીયાણા ખાતે રહેતાઅને હાર્વેસ્ટ મશીન કટીંગનો વેપાર કરતા સુભાષચંદ બલુરામ શર્મા નામના આધેડ ઘઉ કટીગના ભાડાના અંદાજે રૂ. ૧૫ લાખ રોકડા એક બેગમાં મુકી બેગ પોતાની બોલેરો કેમ્પર ગાડીની પાછળની શીટ નિચેના ભાગે મુકી રાખી પોતે માનસર ગામે ઘનશ્યામભાઈ ગોહીલભાઈ બંધ પેટ્રોલપંપે ગાડીની બાજુમાં આશરે વિશેક ફુટ દુર ખાટલો ઢારી સુઈ ગયેલ તે દરમ્યાન બોલેરો કેમ્પર ગાડીના પાછળના દરવાજાનો કાચ તોડી ગાડીમાં પ્રવેશ કરી ગાડીમાં મુકેલ રૂપીયા ભરેલી બેગ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!