મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હામાં છેલ્લા દસ માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી નવલખી ફાટક પાસે હોવાની બાતમીના આધારે ૬૫ વર્ષીય પ્રભુદયાલ રોચીરામ ગંગવાની રાજસ્થાન વાળાને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝન પી. એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ. એ.જાડેજા એ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડાને ખાનગીરાહે બાતમી મળી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહી ગુર.નં.૨૦૪/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એઇ.૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ના ગુન્હામા છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપી મોરબી નવલખી ફાટક પાસે હોવાની બાતમી મળતાં ૬૫ વર્ષીય પ્રભુદયાલ રોચીરામ ગંગવાની રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર રાજસ્થાન વાળાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
જેમાં એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, એ.વી.પાતળીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એ.આઇ, કિશોરભાઈ મેણંદભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ચકુભાઇ દેવશીભાઇ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પોલીસ હેડ કોન્સ્ટેબલ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પોલીસ કોન્સ્ટેબલ, અરજણભાઇ મેહુરભાઇ પોલીસ કોન્સ્ટેબલ, હિતેષભાઈ વશરામભાઈ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.