Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી કોર્ટે માળિયાં મી.ના ખાખરેચી ગામે થયેલ હત્યાના અને એટ્રોસિટીના ગુનામાં હત્યાનો...

મોરબી કોર્ટે માળિયાં મી.ના ખાખરેચી ગામે થયેલ હત્યાના અને એટ્રોસિટીના ગુનામાં હત્યાનો ગુનો બાદ કરી સાપરાધ મનુષ્ય વધ અને એટ્રોસિટીના ગુનામાં સજા ફટકારી

માળીયા મી.ના ખાખરેચી ગામ ખાતે વર્ષ ૨૦૨૧માં ખેત મજૂરી કરનાર મહિલા સાથે ઈસમોએ વિરમગામ સાથે ભેગા આવવાનું કહ્યું હતું. જેની ના પાડતા ઈસમોએ બોલાચાલી કરી નાની કોશ વડે મહિલાના માથાના ભાગે ઘા માર્યો હતો. જેમાં મહિલાનું મૃત્યુ થયું હતું. જે બનાવ આજરોજ સ્પેશિયલ જજ એટ્રોસિટી અને બીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા આ ગુન્હામાં હત્યાની કલમ ના માની સાપરાધ મનુષ્ય વધનો ગુનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ સાબિત કરી આરોપીઓને સાત સાત વર્ષની જેલની સજા અને દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.બા ખાખરેચી ગામે આવેલ જીતુભા અમરસંગ જાડેજા ની વાડીમાં રહેતા રણજીતભાઈ બામટીયા ભાઈ વસાવાની પત્નિ શારદાબેનને ભૂપત સવા વડેચા નામના ઈસમ સાથે આડા સંબંધ હોય જેને લઇ ગત તા.૧૩/૦૮/૨૦૨૧ ના સાંજના સમયે આરોપી ભૂપત સવા વડેચાએ ખાખરેચી ખાતેની વાડીએ આવી શારદાબેનને વિરમગામ ભેગા આવવાનું કહેતા તેણે જવાની ના પાડતા તેની સાથે ઝગડો કરી તકરાર કરેલ તેમજ બીજલ સવા વડેચા નામના ઈસમે ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગ્યા હતો. તેમજ આરોપી ભુપતે નજીકમાં પડેલ નાની લોખંડની કોષ શારદાબેનને ડાબા હાથમાં કોણીના ભાગે અને બીજી માથાના ભાગે મારતા લોહી નીકળતા શારદાબેનનાં પતીએ તેને જેતપર સરકારી હોસ્પિટલ ખસેડાતા ડોકટરે મહિલાને મૃત જાહેર કરતા સમગ્ર મામલે હત્યામાં પલટાયો હતો. જે બનાવમાં સ્પેશિયલ જજ એટ્રોસિટી અને બીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા મદદનીશ સરકારી વકીલ સંજય સી દવેની દલીલો અને ૧૨ મૌખિક અને ૪૪ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને ભુપતભાઈ સવાભાઈ વડેચા અને બીજલ સવાભાઈ વડેચાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૩૩૫-૨ અંતર્ગત એટ્રોસિટી એક્ટની કલમ -(૨) (૫) અને કલમ ૩૩૫(૨) અંતર્ગત ભારતીય દંડ સહિતનાંની કલમ ૩૦૪ (પાર્ટ -૨) હેઠળ સાત – સાત વર્ષની સજા અને દસ-દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલમ 304 હેઠળનો કેસ માત્ર આરોપીના ઈરાદાના આધારે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પર તેને શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી હુમલો કરે છે, પરંતુ પાછળથી તે હુમલો તે પીડિતાનું મૃત્યુનું કારણ બને છે, તો આવા કિસ્સામાં આરોપી સામે કલમ 304 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!