Tuesday, January 7, 2025
HomeGujaratમોરબીમાં સાડા પાંચ વરસની કુમળી બાળાને પીંખનાર સાવકા બાપને મોરબી કોર્ટે ફટકારી...

મોરબીમાં સાડા પાંચ વરસની કુમળી બાળાને પીંખનાર સાવકા બાપને મોરબી કોર્ટે ફટકારી વીસ વર્ષ સખત કેદની સજા

પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરી નાંખતો કિસ્સો ફરી એક વખત પ્રકાશમાં આવતા સભ્ય સમાજમાં ચકચાર મચી જવા પામી છે. મોરબીના રંગપર ગામની સીમમાં બનેલ દુષ્કર્મની ઘટનામાં સાવકા પિતાને મોરબી સ્પેશિયલ પોકસો અદાલતે ૨૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા ગત તા.૬/૧૦/૨૦૨૨ના રોજ રવિરાજ રાજેન્દ્રભાઈ થરેશા નામના સાવકા બાપે સાડા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ મોરબી સ્પેશિયલ પોકસો અદાલતમાં ચાલતું હોય એડવોકેટ નિરજભાઈ ડી.કારીયાની દલીલો અને ૧૩ મૌખિક તેમજ ૩૭ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા તેમજ ૨૦ હજારનો દંડ ફટકારી ભોગ બનનારને રૂ.૪ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!