મોરબી તાલુકા રફાળેશ્વર ગામ પાસે આવેલ ભુદેવ પાન પાસે આવી મોટર સાયકલ સાથે ઉભા રહેલ ઈસમ શંકાસ્પદ જણાતા તે ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવતા ઇ-ગુજકોપમાં સર્ચ કરતા મોટર સાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાઈ ગાયનું સામે આવતા યુવકની પૂછપરછ કરી અન્ય બે મોટર સાયકલ ચોર્યાનું સામે આવ્યું હતું. પોલીસે ઈસમની ત્રણ મોટર સાયકલ કિંમત રૂ. ૬૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી (IPS) ના દ્વારા મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા માટે એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબીને સૂચન કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સુચના તથા માર્ગદર્શન હેઠળ કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી./ પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. ત્યારે પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. હિતેંદ્રસિંહ ચુડાસમા તથા એલ.સી.બી. શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગશીયા, વિક્રમભાઇ રાઠોડ સહિતના સ્ટાફ મોરબી તાલુકા રફાળેશ્વર ગામ પાસે આવેલ ભુદેવ પાન પાસે આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા તે ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું કહેતા તે મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવ્યાનું સામે આવતા ઇ-ગુજકોપમાં સર્ચ કરતા મોટર સાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રફાળેશ્વર ગામેથી ચોરી થયાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસેથી અન્ય બે મોટર સાયકલ હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા તે પણ મકનસર તથા રફાળેશ્વર પાસેથી ચોરી કર્યાનું જણાવ્યું હતું. આરોપી અશોકભાઈ ગાંડું ઉધરેજાની હિરો સ્પેલન્ડર સ મો.સા. નંબર પ્લેટ વગરનુ કિ.રૂ.૨૦,૦૦૦/-, હિરો સ્પેલન્ડર પ્રો મો.સા.નંબર પ્લેટ વગરનુ કિંમત રૂ.30,000/-, અને હિરો સ્પેલન્ડર મોટર સાયકલ રજી.નં. GJ03 AG 7933 કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫,૦૦૦/- નો મુદામાલ કલમ-૧૦૬(૧) હેઠળ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યા આપ્યો છે…
જે ચોરીના ગુન્હામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા એલ.સી.બી. મોરબી, PSI કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી