Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી પચાસ લાખના કેઇસની...

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી પચાસ લાખના કેઇસની યોગ્ય વહેંચણી કરવા માંગ કરી

ગ્રાહક તકરાર નિવારણ સ્ટેટ કમિશનમાં હાલે ૨૦૧૫નો કેઇસ ચાલે છે. હવે જીલ્લા કમીશનમાં પચાસ લાખના કેઇસના વડાપ્રધાને અધિકાર આપેલ છે માટે સ્ટેટમાં પચાસ લાખના કેઇસ હોઇ જે તે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવાની માંગ સાથે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને લખેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જાગો ગ્રાહક જાગોની યોજના વડાપ્રધાનએ ઘણી સરસ બનાવી છે. પણ હાલ તે નિષ્ફળ જઇ રહી હોય તેવુ જણાય છે. વડાપ્રધાન તરફથી પચાસ લાખ સુધીના કેઇસો જે તે જીલ્લા ફોરમને અધિકાર આપેલ છે. પરંતુ હાલે સ્ટેટ કમીશનમાં ૨૦૧૪ નાં કેઇસો ચાલે છે. જો પચાસ લાખનાં કેઇસ સ્ટેટમાં હોઇ તેને જેતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવામાં આવે તો ગ્રાહકને ઝડપથી ન્યાય મળે આ પરીસ્થસતીમાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. ગ્રાહકોની માંગણી છે કે પહેલાં વીસ લાખ સુધીના જે તે જીલ્લા ફોરમમાં ચાલતા હવે પચાસ લાખની મર્યાદા જીલ્લામાં થઇ ગઇ છે. તો અમદાવાદના આવા કેઇસો જે તે જીલ્લા ફોરમમાં ચલાવવામાં આવે તો યોજના સફળ થશે અને ગ્રાહકને ન્યાય મળશે. તેમ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને લખેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!