મોરબી વાકાનેર નેશનલ હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતાં ઇસમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે મોટરસાયકલ ચાલકને પકડી કાયદાનું ભાન મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા ટ્રાફીક શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયાની સુચના અનુસાર પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કરતા હતા. ત્યારે સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મોટર સાયકલનો સ્ટંટ કરતો વિડિયો વાઈરલ થયો હતો. ત્યારે તે વિડીયો મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર એક ચાલક પોતાના હવાલાવાળુ મોટર સાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી સર્પ આકારે ચલાવી મોટર સાયકલ પર સ્ટેન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે મોટર સાઇકલ નં-GJ-13-MM- 9794 ના ચાલકે મોટર સાયકલ સાથે મોરબી-વાકાનેરને નેશનલ હાઇવે રોડ પર વીસ નાલાથી ઢુવા ઓવર બ્રીજ વચ્ચે ચલાવતો અને સ્ટંટ કરી પોતાની તથા રાહદારીની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે ચલાવી ગુનો કરતાં મોટર સાયકલ રજી નં-GJ-13-MM-9794 ના ચાલક ઇમરાનભાઈ ગુલામભાઈ સામતાણી વાંકાનેરના મીલ પ્લોટ ચોક શેરી નં. ૪ ના રહેવાસી ને પકડી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી મોટર સાયકલ ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.