મોરબી ફાયર વિભાગના જવાનો ગઇ કાલે સાંજથી સતત દોડતા રહ્યા છે. જેમાં બે આગ લાગવાના બનાવો બન્યા હતા. જે બંને ઘટનામાં આગ પર કાબુ મેળવી જાનહાનિ થતાં અટકાવી હતી. તેમજ સ્લેબ ધરાશાઈ ઘટનામાં શ્રમિકોને બહાર કાઢી કાટમાળ દૂર કરવા સુધી ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
મોરબી ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી છે. મોરબીના શનાળા નજીક સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની હતી. તે ઉપરાંત ગઈ કાલે રાત્રે ૧૦:૪૫ વાગ્યે દરબાર ગઢમાં ઝાડ અને કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આજે વહેલી સવારે ૦૮:૪૦ વાગ્યે ફાયર વિભાગને કોલ આવતા રબારીવાસ આગળ વજેપર શેરી નંબર ૧૬ ખાતે અક્ષયભાઈ પરમારના મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે ત્રણ માળના બિલ્ડિંગમાં નીચેનાં માળમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયું હતું. જો કે ગેસના બાટલા ફાટે નહિ તેની કાળજી રાખી ફાયર વિભાગ દ્વારા બે બાટલા બહાર કાઢી જાનહાનિ થયા અટકાવી હતી. તેમજ બંને આગ લાગવાની ઘટના કોઈ જાનહાનિ થઈ ન હતી. ગઈ કાલે સાંજથી રાત સુધી સતત ફાયર ટીમ દોડતી રહી હતી. તેમજ રાત્રે સ્લેબ ધરાશાઈ ઘટનામાં કાટમાળ દુર કરવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાયર વિભાગને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આમ સતત મોરબી ફાયર વિભાગના જવાનો દોડતા રહ્યા છે.