Friday, March 1, 2024
HomeGujarat૬૫ મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂટણીમાં નિમિતે અનેરા ઉત્સાહથી વૃદ્ધો તેમજ દીવ્યાંગો દ્વારા પોતાના...

૬૫ મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂટણીમાં નિમિતે અનેરા ઉત્સાહથી વૃદ્ધો તેમજ દીવ્યાંગો દ્વારા પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવામાં આવ્યો

મોરબી -૬૫ વિધાનસભા પેટચૂટણીમાં નિમિતે અનેરા ઉત્સાહથી વૃદ્ધો તેમજ દીવ્યાંગો દ્વારા પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અન્ય ને પણ મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વૃદ્ધો દ્વારા અનેરા ઉત્સાહથી મતદાન કરવામાં આવ્યું હતું. પોતાની ઉમર હોવા છતાં પણ સરકારશ્રીની ગાઈડલાઇન ને અનુસરી ને મતદાન કરવામાં આવ્યું હતું. પોતે લોકપર્વમાં મતદાન કરીને અને અન્ય લોકોને પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી દેશ અને સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા પ્રેરણા આપી હતી.

દિવ્યાંગો મતદારોએ સાબિત કર્યું કે ગમે તેવી તકલીફ કે મજબૂરી હોય પરંતુ સમાજ અને દેશ પ્રત્યેની ફરજ મતદાન કરીને નિભાવવી જોઈએ. દિવ્યાંગોએ પણ તમામ પ્રકારની તકલીફોને બાજુ પર રાખીને તમામ મતદારોને ચૂંટણીના લોકપર્વમાં પોતાની મતદાનની ફરજ અદા કરી લોકપર્વની ઉજવણીમાં સક્રિયતાથી અપીલ કરી હતી.

સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ તમામ મતદારો તેમજ તંત્ર દ્વારા પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી મોં પર માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ પહેરીને લોકપર્વ નિમિતે પોતાની પવિત્ર ફરજ અદા કરતાં નજરે પડયા હતા. ઉપરાંત તમામ મતદારોના વોટર ટર્ન આઉટ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન બૂથકર્મીઓ દ્વારા કરવામાં આવેલ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!