મોરબી ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ભીમનાથ મહાદેવ જવાના રસ્તે એક ડમ્પર તા. ૨૯/૬/૨૦૨૪ ના રાત્રીના સમયે સાદી માટી રોયલ્ટી પાસ વગર વહન કરતાં અટકાવી ખોદકામ વાળી જગ્યાએ જઈ એક હ્યુન્ડાઇ કંપનીનું પીળા કલરનું એક્સકેવેટર મશીનને સાદીમાટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડ્યું છે.
મોરબી ભુસ્તરશાત્રી જે એસ વાઢેર અને તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ગત તા. ૨૯/૦૬/૨૦૨૪ નાં રાત્રીના સમયે ભીમનાથ મહાદેવ જવાનાં રસ્તેથી એક ડમ્પર નંબર GJ-36-V-7700 ને સાદી માટી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં અટકાવી ખોદકામ વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં સનાતન પોલીમર્સ કારખાના, ગધા ડેમ, લજાઈ પાસેથી ડમ્પર અને મસીનમાં માલિક પંકજભાઈ દયારામભાઈ મસોત રહે. લજાઈ વાળાને એક હ્યુન્ડાઇ કંપનીનું પીળા કલરનું એક્સકેવેટર મશીનને સાદીમાટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડવામાં આવ્યો છે. જે સમગ્ર કામગીરીમાં ભુસ્તરશાસ્ત્રી અને એમની ટીમ દ્વારા ડમ્પર અને એક્સકેવેટર મશીનને સીઝ કરી માપણી કરી આગળની દંડકીય કામગીરી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યો છે.