મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવાની ઝુંબેશ યથાવત રાખી વધુ એક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો રાખનાર ઉપર તવાઈ બોલાવી છે. જેમાં વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં તપાસ હાથ ધરી ઇકો કારમાંથી ૪૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી લેવામાં આવી દંડ વસુલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે ૫.૩૦કલાકે શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં ઇકો કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આશરે ૪૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, આ સાથે તેને રૂપિયા ૩,૫૦૦/-નો દંડ પણ આપવામાં આવ્યો હતો.