મોરબીના કૃષ્ણ નગર ખાતે રહેતા અરજદારનું પર્સ સીએનજી રિક્ષામાં ભૂલાય ગયું હતું. જે બાબતે અરજી કરતા મોરબી નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ રાખેલ સીસીટીવી કેમેરા ચેક કરી મૂળ માલિકને ૨૯,૦૦૦ હજાર તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સહિતનું પર્સ પરત અપાવ્યું હતું.
મોરબી રામકૃષ્ણ નગર ખાતે રહેતા પુરણનાથ શંકરનાથ ૨૭/૯/૨૦૨૩ ના રોજ રિક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેંકમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા. તે દરમિયાન તેમનું પાકીટ સીએનજી રિક્ષામાં અગત્યના ડોક્યુમેન્ટ તેમજ રૂપિયા ૨૯,૦૦૦ સાથે ભૂલાય ગયુ હતું. જે બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરતા કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ મોરબીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી નેત્રમ ટીમ દ્વારા રિક્ષાને શોધી પૂરણનાથ શંકરનાથને ગણતરીની કલાકોમાં જ રૂપિયા ભરેલ પરત અપાવ્યું હતું. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને અરજદારે વખાણી હતી અને તેમનો આભાર માન્યો હતો.