મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મહાદેવ પોટ્રી નામાના કારખાનામાં નળીયા છાપવાના કોન્ટ્રાકટ બાબતે 5 જેટલા શખ્સો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં યુવકને માર મારવાનો પ્રયત્ન કરી મૂંઢ ઇજા પહોંચાડી ધમકી આપતા સમગ્ર મામલે યુવકની માતા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મહાદેવ પોટરી નળીયાના કારખાનાની ઓરડીમાં લીલાપર રોડ મોરબી ખાતે રહેતા રમીલાબેન રમેશભાઇ વાઢેર નામની મહિલાએ તથા તેમના દિકરાએ મહાદેવ પોટ્રી નામાના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય પરંતુ ફરીયાદીનો દિકરો બીમારી સબબ કામ ઉપર ન જતા હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા નામના શખ્સે નળીયાનો કોન્ટ્રકટ અમે રાખી લીધો હોય તેવુ જણાવતા તે બાબતનુ મનદુઃખ રાખી ટીનીબેન હિતેશભાઇ મારૂણીયા તથા હિતેશભાઇના બેન ભારતીબેનએ મહાદેવ પોટ્રી કારખાને આવી ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો દઇ થોડી વાર બાદ હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા, હિતેશભાઇના બાપુજી કાળુભાઇ તથા હિતેશભાઇના માતા આવેલ અને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયત્ન કરી મુંઢ માર મારી સાહેદ ગૌતમને જાતી પ્રત્યે અપમાનિત કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.