રોડના કામ દરમિયાન શહેરીજનોને ટ્રાફિક વ્યવસ્થામાં સહયોગ આપવા ચીફ ઓફિસર દ્વારા અપીલ
મોરબીના તખ્તસિંહજી રોડ પર ચાલી રહેલા કામને કારણે રોડ બંધ કરાયો છે. નગરપાલિકાએ આ રોડ ઉપરના વાહન વ્યવહારની આવન-જાવન સરળ બનાવવા માટે ૪ જેટલા વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ પ્રેસયાદીમાં મોરબીવાસીઓને જણાવ્યું કે શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ(તખ્તસિંહજી) રોડ હાલ નવો બનાવવાની કામગરી ચાલુ હોય તેથી આ રોડ પર જતા વાહનોની આવન- જાવન પર મોરબી જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેથી ઉપરોક્ત રોડના વાહન વ્યવહારને આવન જાવન માટે વૈકલ્પિક માર્ગોમાં શનાળા રોડથી આવતા વાહન વ્યવહારને વિજય ટોકીઝથી જુના બસ સ્ટેશન થઈ અયોધ્યાપુરી રોડથી સ્ટેશન રોડ પર, નવાડેલા રોડથી જુના બસ સ્ટેશન થઈ મચ્છીપીઠથી આસ્વાદ પાનથી સ્ટેશન રોડ પર, શનાળા રોડથી વિશાલ સ્ટોર પાસેથી અયોધ્યાપુરી મેઈન રોડથી સ્ટેશન રોડ અને શનાળા રોડથી રામ ચોક થઈ સાવસર પ્લોટ મેઈન રોડથી જુના બસ સ્ટેશનથી સ્ટેશન રોડ તરફ જવા માટેની માર્ગદર્શિકા જાહેર કરેલ છે.
વધુમાં ચીફ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે જે ઉપરોક્ત તખ્તસિંહજી રોડના કામ દરમ્યાન શહેરીજનોએ ટ્રાફીક વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.