મોરબીના નાનીવાવડી ગામે થયેલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં રૂપિયાની ઉઘરાણી મામલે દીપક મકવાણા નામના યુવકની હત્યા કરાઇ હતી. ગણતરીની કલાકોમાં પોલીસે બંને આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં હેમંત પ્રેમજી સોલંકી અને ગૌતમ હીરાભાઈ ઉભડિયાને ઝડપીને રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. જેમાં બંને આરોપીઓ પાસે પોલીસ બંદોબસ્ત સાથે બનાવનું રિકન્સટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજન સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.
મોરબીના નાની વાવડી ગામે એક દિવસ પહેલા રાત્રીના સમયે તળાવની પાળ પાસે હત્યા કરેલી યુવકની લાશ મળી આવી હતી. જેમાં યુવકને માથામાં ભાગે, પગના ભાગે તેમજ શરીરમાં અલગ અલગ ભાગોમાં ઉજના નિશાન જોવા મળ્યા હતા. જે યુવક ૩૫ વર્ષીય દીપક ભાણજી હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીને પકડી ઘટના સ્થળનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.જેમાં પોલીસે હેમંત પ્રેમજી સોલંકી અને ગૌતમ હીરાભાઈ ઉભડિયાને ઝડપીને પાડયા છે.જેમાં યુવકની રૂપિયાની ઉઘરાણી મામલે હત્યા કરી નાખ્યાંનું સામે આવ્યું છે.પોલીસે આરોપીઓ પાસે ઘટના સ્થળનું રિકન્સટ્રક્શન કરાવતા મૃતકના પરિવારજન સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.