મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હોય અને નજીકમાથી મૃતક રાજેશભાઇ કાંતિલાલ જોષીની બોથડ પદાર્થના ઘા મારી ઇજા કરી કોઇ અજાણ્યા શખ્સે મૃત્યુ નિપજાવ્યુ હોવાનું સામે આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અનડિટેકટ મર્ડરને ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગત તા.૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હોય અને નજીકમાથી મૃતક રાજેશભાઇ કાંતિલાલ જોષી રહે.પોરબંદર વાળાની બોથડ પદાર્થના ઘા મારી ઇજા કરી કોઇ અજાણ્યા શખ્સે મારતા મૃત્યુ પામ્યાનું સામે આવતા ફરીયાદ દાખલ કરી રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમા પ્રાથમિક દ્રષ્ટીએ મરણજનારનુ મોત હેડઇન્જરી તથા ગળાટુંપો આપવાથી થયાનું જાણવા મળ્યું હતું. જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. જે બનાવસ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તેમજ મરણજનાર મોરબી માળીયા હાઇવેરોડ ઉપર કાવેરી સીરામીક સામે આવેલ રાધીકા સેલ્સ એજન્સી બાલાજી વેફરના હોલસેલના ફેરા કરતો હોય જેથી તે સ્થળથી મોરબી શહેરમાં આવતા રૂટના તમામ સી.સી.ટી.વી.ચેક કરી મોરબી શહેરમા લગાવવામા આવેલ “નેત્રમ ” સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા અગાઉ આજ રાધીકા સેલ્સ એજન્સીમા નોકરી કરતા આરોપીની મુવમેન્ટ ચેક કરતા શંકાસ્પદ જણાતા બનાવ સમયે તેની હાજરી બનાવ સ્થળ પાસે જોવામા આવતી હોય તેમજ ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ આધારે સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, લોકરક્ષક રાજદીપસિંહ ઝાલાને મળેલ બાતમી મળી કે મર્ડર કરનાર ઇસમને મોરબી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે છે. તેથી તે ઇસમને નવલખી ફાટક ઓવરબ્રિજ નીચેથી પકડી પુછપરછ કરતા તેને આ મરણજનારનુ પથ્થર વડે મારમારી મર્ડર કરેલ હોવાની કબુલાત આપતા આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજાની અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૨૦૧૦/૨૦૨૪ બી.એન.એસ કલમ.૧૦૩(૧),જી.પી.એકટ. ૧૩૫ મુજબનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી..
જેમાં આરોપી યશપાલસિંહ અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમા ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.તે દરમ્યાન મેડીકલ કંડીશનના હિસાબે પોતે નોકરી છોડી દીધેલ અને તેની જગ્યાએ મરણજનારને નોકરી ઉપર રાખવામા આવ્યા હતા. યશપાલસિંહના રૂટ ઉપર મરણજનાર ગાડી ચલાવતા હોય તે તેમને ગમતુ ન હોય જેથી મરણજનાર તથા આરોપી બંને વાવડીચોકડીએ વાતચીત કરવા માટે ભેગા થયેલા તે દરમ્યાન બંને વચ્ચે ઝઘડો થતા આરોપી યશપાલસિંહએ મરણજનારને પથ્થરવડે માથાના ભાગે ઇજા કરી ગુન્હો કરેલાની હકિકત તપાસ દરમ્યાન જણાવી હતી.
જેમાં એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, એ.વી.પાતળીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાજદીપસિહ રાણા એ.એસ.આઇ, કીશોરભાઇ મકવાણા એ.એસ.આઇ, કિશોરભાઇ મિયાત્રા પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધર્મેન્દ્રભાઇ વાધડીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ, સિધ્ધરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ, અરજણભાઇ ગરીયા પોલીસ કોન્સ્ટેબલ, કપીલભાઇ ગુર્જર પોલીસ કોન્સ્ટેબલ, રાજદીપસિંહ ઝાલા લોકરક્ષક તેમજ રમેશભાઇ કાનગડ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવી છે.