માળિયા મીયાણા તાલુકાના મોટાભેલાથી ચમનપર ગામને જોડતા માર્ગ પર માત્ર પાંચ મહિના પહેલા જ બનાવેલા પુલની હાલત ખખડધજ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થય છે. પુલ પર અકસ્માતની રાહ જોઈ બેઠેલા મોતના ખાડા અને ભ્રષ્ટાચારની ચાડી ખાતા સડીયાથી વાહન ચાલકો પર અકસ્માતનો ખાતરો મંડરાઈ રહ્યો છે.
મોટાભેલા ગામથી ચમનપર ગામ સુધીના માર્ગ પર પાંચ મહિના અગાઉ બનાવેલ નવોનકોર પુલ માત્ર બાઈક અને નાના વાહનોની અવરજવરથી જ થોડા સમયગાળામા જ ભંગાર હાલતમાં થઈ જતા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. પુલનું નિર્માણ થયું તે અગાઉ બેઠો કોઝવે હોવાથી મોટાભેલા ચમનપર, વવાણીયા, નાનાભેલા જેવા ગામોને ચોમાસા દરમિયાન ચાલુ વરસાદે પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી અગ્રણીઓની રજૂઆતને લઈને છેલ્લા પાંચ મહિના પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી આ રસ્તાને જોડતા ગામોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ કઠણાઇની વાત એ છે કે આ પુલના થોડો જ સમય માંડ થયો છે ત્યારે પુલ પર લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા છે. આ ઉપરાંત તિરાડો અને ખાડાનું સમજ્યા જામતા કામની ગુણવત્તાને લઈને લોકોમાં સોમણનો સવાલ પેદા થયો છે.