મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને મોરબી સીવીલ હોસ્પીટલમાં કરોડોના ખર્ચે બનેલ ગાયનેક હોસ્પીટલ શોભાના ગાંઠીયા સમાન હોવાના આક્ષેપ સાથે પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાયનેક હોસ્પીટલમાં મુકાયેલ નવુ ફ્રીઝ છેલ્લા ૨ માસથી બંધ હાલતમાં છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઇ બ્લોચ દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબી સીવીલ હોસ્પીટલમા નવા પાર્કીંગની જગ્યાએ નવી ગાયનેક હોસ્પીટલ બનાવવામાં આવી છે. જેમાં નવુ ફ્રીઝ મુકવામાં આવ્યું છે. જે અવાર-નવાર ખરાબ થઈ જાય છે તેમાં પાણી ફીલ્ટર થતુ નથી. ત્યાં નવુ ફ્રીઝ મુકેલ છે તે પણ શોભાના ગાંઠીયા જેવુ છે. જેમાં ૨ માસથી પાણી આવતુ નથી. અનેક વખત રજુઆત કરેલ અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પણ આ બાબતે રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી ગરીબ માણસોને પાણીની બોટલ લેવી પડે છે. ત્યારે આ જોતા મોરબી સીવીલ હોસ્પીટલના સુપ્રિટેન્ડનને રસ નથી એવુ લાગે છે કે આર.એમ.ઓ આટો મારતા નથી. આ બાબતમાં તાત્કાલીક ફ્રિઝ ચાલુ કરાવાવ લોક લાગણી અને માંગ છે. અનેકવાર પ્રજાએ રજુઆત કરવા છતા કંઇ થતુ નથી રાત્રીના ટાઈમે પાણીના શીશા બહાર ભરવા જવું પડે છે. આવડી મોટી જીલ્લાની હોસ્પીટલ છે. ત્યાં આજુબાજુ તાલુકાના ગ્રામજનો આવતા હોય છે. આ બાબતે તાત્કાલીક ફ્રીઝ ચાલુ કરવા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઇ બ્લોચ દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.