રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ અને રાજય કાનૂની સેવા સતા મંડળના આદેશથી મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી ઓઝાના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા અદાલત તેમજ તેના તાબામાં આવતી વાંકાનેર,હળવદ,ટંકારા માળીયા અદાલતમાં આગામી 11 મી સપ્ટેબરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ 1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસ,લગ્ન સંબંધી ફેમેલી કેસ,મહેસુલ કેસ,ભરણ પોષણ કેસ,મજુંર કાયદા અંતર્ગત અદાલત કેસ, દિવાનીકેસ, ભાડાં,બેન્ક, વીજળી અને પાણી ને લગતા ચોરી સિવાયના કેસ સહિતના અલગ અલગ કેસના સમાધાન કારી કેસ મૂકી શકાય તેવા કેસ ચલાવવામાં આવશે.કોરોના મહામાંરીને ધ્યાનમાં લઈ કોવિડ પ્રોટોકોલ મુજબ આયોજન થસે. જેથી વકીલ અને પક્ષકારોએ નિયમનું કડક પાલન કરવાનું રહેશે.વધુ માહિતી માટે પક્ષકારોએ જિલ્લા, તાલુકા કક્ષાની કાનૂની સેવા સતા મંડળનો ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે તેમ ડી.એલ.એસ એ ના સેક્રેટરી આર.કે પંડ્યા એ જણાવ્યું હતું.