વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજાયા, દાતાઓના સહયોગથી નવદંપતીઓને 75 થી વધુ ઘરવખરીની ભેટ
મોરબીમાં 23 ફેબ્રુઆરી 2025ના રોજ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 25 યુગલોએ લગ્ન બાંધી, દાતાઓના સહયોગથી તેઓને 75 થી વધુ ઘરવખરીની સામગ્રીઓ ભેટ આપવામાં આવી હતી.
મોરબીમાં છેલ્લા 14 વર્ષથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સેવાભાવથી કાર્યરત વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 23 ફેબ્રુઆરી 2025 ના રોજ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી, શકત શનાળા ખાતે નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 25 યુગલોએ લગ્નગ્રંથિથી બંધાયને, નવો સંસાર શરૂ કર્યો હતો. દાતાઓના ઉદાર સહયોગથી દરેક નવદંપતીને 75 થી વધુ ઘરવખરીની વસ્તુઓ, સોનાં-ચાંદીના આભૂષણો અને ઉપયોગી સામગ્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેમાં પ્રથમ કાંતિભાઈ અમૃતિયા(મિશન નવભારત ગુજરાત યુવા પ્રમુખ) રૂ.55,555/-, જમનાદાસજી(હરિહર અન્નક્ષેત્ર) પ્રસાદ દાન, મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા તમામ કન્યાઓને વસ્ત્રદાન પેટે રૂ.41,000/-, કન્યાદાન દાતા તરીકે હેતલબેન પટેલ (અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ), ગીરીશભાઈ સરૈયા, ડો. શૈલેષ પટેલ, ડો. અલ્કેશ પટેલ, રમેશભાઈ સોલંકી, મનોજભાઈ કવાડીયા, ડો. હર્ષદ મહેશ્વરી, જયભાઈ ભોરાણીયા (Dilr મોરબી) રૂ.25,555/- આપવામાં આવ્યા હતા. જ્યારે લગ્નોત્સવ કરિયાવર દાતા તરીકે ડૉ. મિલન ઉઘરેજા અને ડૉ. હિરેન કારોલીયા દ્વારા રૂ.15,555/- આ સિવાય અન્ય રોકડ દાતામાં સતિષભાઈ કલોલ, મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ, ડૉ. અર્જુન સુવાગિયા, અજયભાઈ લોરીયા, દિનેશભાઈ પરમાર, પ્રવીણભાઈ રાજાણી રૂ.11,111/-સહયોગ રૂપે આપવામાં આવ્યું છે. જ્યારે મામેરા દાનના રૂ.9,999/- ના દાતા તરીકે અનિલભાઈ દલપતભાઈ મકવાણા, હરિભાઈ આદ્રોજા, ડૉ. હિતેશ પટેલ, ડૉ. રાકેશ પટેલ, ડૉ. અરવિંદ મેરજા, ડૉ. વિપુલ માલાસના, શ્રી બાબુભાઈ પરમાર, ડૉ. નીતાબેન ઠક્કર, ડૉ. જયેશ સનારીયા, ડૉ. પરેશ લાખાણી, શ્રી બ્લડ બેન્ક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
વધુમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તમામ કન્યાઓને લગ્ન નોંધણી અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી રૂ.24,000 સહાય (રૂ.12,000 સાત ફેરા સમૂહ લગ્ન સહાય અને રૂ.12,000 કુંવરબેન મામેરુ) સરકારી સહાય મેળવવામાં મદદ કરવામાં આવી હતી.ત્યારે આ સમૂહ લગ્નને સફળ બનાવવા વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. પરેશકુમાર પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, મહામંત્રી જ્યોતિબેન ચાવડા, ગિરધરભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, દિપ્તીબેન સાનેપરા, દિનેશ પુરાણી તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ. હાર્દિક જેસવાણી, ડૉ. મિલન ઉઘરેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાગર જેસવાણી, પ્રફુલભાઈ પરમાર, ઈશાન જેસવાણી, સહદેવસિંહ ઝાલા, પારસભાઈ સંઘવી, ડૉ. સંજય નિમાવત, ડૉ. પ્રકાશ ભગોરા અને સ્વયંસેવકોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.