કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ મોરબી શહેર દ્વારા કૈલા પરિવારનું સ્નેહમિલન વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કૈલા પરિવારના વાર્ષિક નવમો સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માન કાર્યક્ર્મ તા.૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ ભરતવન ફાર્મ ભરતનગર ખાતે યોજવામાં આવશે.
કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ મોરબી શહેર દ્વારા કૈલા પરિવારનું નવમા સ્નેહમિલન વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માન કાર્યક્ર્મ તા. ૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ ભરતવન ફાર્મ ભરતનગર ખાતે યોજવામાં આવશે. જેમાં બાળકોની રમત ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી, પરિવાર આશીર્વચન ૦૪:૦૦ થી ૦૪:૩૦, તેજસ્વીતા સન્માન ૦૪:૩૦ થી ૦૫:૩૦ અને રાસ ગરબા ૦૫:૩૦ થી ૦૬:૩૦ વાગ્યા સુધી યોજાશે. જેમાં તેજસ્વી તારલા અને રમત ગમતના દાતાઓ તરીકે ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ કૈલા – વેજલપર (લેવીસ સીરામીક), દિપકભાઈ હરજીભાઈ કૈલા – ઇશ્વરનગર (હરિશન સીરામીક), કિરીટભાઈ ગાંડાલાલ કૈલા – ખાખરેચી, લલીતભાઈ નારણભાઈ કૈલા 1- -ઘુંટુ (સ્પેનસેરા સીરામીક), રતીલાલભાઇ માવજીભાઈ કૈલા – ખાખરેચી, શંકરભાઇ રાઘવજીભાઈ કૈલા – નવા ઘાંટીલા, હંસરાજભાઈ જેરામભાઈ કૈલા – મહેન્દ્રનગર (પટેલ કોલ), જીતુભાઈ & ચેતનભાઈ કૈલા – ઘુંટુ (સ્વેલટોસ સેનેટરીવેર), ડો. ભરતભાઈ & ડો. વિનોદભાઈ કૈલા (ક્રિષ્ના હોસ્પિટલ), બચુભાઈ રણછોડભાઈ કૈલા & સંજયભાઈ કૈલા – વેજલપર ભીખાભાઈ મહાદેવભાઈ કૈલા – વાઘપર (શ્રી રામ મોટર્સ) અને પ્રભુલાલ હરજીવનભાઈ કૈલા – ખાખરેચી વાળા રહેશે. જેમાં ધોરણ ૧ થી ૫ ના ૯૦ ટકા કે તેથી વધુ ટકાવારી વાળા વિદ્યાર્થીઓનું સન્માન, ૬ થી ૮ ના ૮૫ ટકા કે તેથી વધુ ટકા વાળી વાળા વિદ્યાર્થીઓનું સન્માન અને ધોરણ ૯ થી ૧૨ ના ૭૫ ટકા કે તેથી વધુ માર્ક વાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જેમણે પોતાની ૨૦૨૪ ની જમાં કરાવવાની રહેશે. તે ઉપરાંત ડોકટર કે એન્જીનીયરિંગ નું ૨૦૨૪ માં ફાઈનલ વર્ષ કમ્પ્લેટ કરેલ હોય તેમની માર્કશીટ અને જવાહર નવોદય CET, NMMS, પ્રખરતા શોધ જેવી સરકારી પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે. જેની વધુ માહિતી માટે દિનેશભાઈ મોબાઇલ નં. ૯૭૩૭૫ ૦૨૨૨૨, ભાવેશભાઈ માસ્તર મોબાઇલ નં. ૮૮૬૬૬ ૩૦૯૩૭ અને અમિતભાઈ મોબાઇલ નં. ૯૯૭૪૪ ૨૨૨૦૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.