૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે, અનાથ અને ગરીબ પરિવારોને પ્રથમ પ્રાથમિકતા.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે તા. ૨૭-૦૪-૨૦૨૬, સોમવારે નવમો સમૂહલગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં હિન્દૂ સમાજની ૨૧ દીકરીઓ લગ્નગ્રંથીમાં જોડાશે. ફોર્મ તા. ૧૦-૦૩-૨૦૨૬ સુધી સાંજે ૪ થી ૬ દરમિયાન મંદિરે મળશે. માતા અથવા પિતા ગુમાવેલ તથા ગરીબ પરિવારની દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન નજીક આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા નવમો સમૂહલગ્ન તા. ૨૭ એપ્રિલ ૨૦૨૬, સોમવારે ભવ્ય રીતે યોજાનાર છે. આ સમૂહલગ્નમાં હિન્દૂ સમાજની કુલ ૨૧ દીકરીઓ લગ્ન જીવનની નવી શરૂઆત કરશે. સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગને સહાયરૂપ થવા માટે ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને માતા અથવા પિતા ગુમાવેલ તેમજ ગરીબ પરિવારોની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુકોએ તા. ૧૦-૦૩-૨૦૨૬ સુધીમાં સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મંદિરે સંપર્ક કરી ફોર્મ મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત સમૂહલગ્નમાં દાન અથવા સહયોગ આપવા ઇચ્છુક દાતાશ્રીઓ ટ્રસ્ટી ધનુભા જાડેજા મો. ૯૭૨૬૨ ૨૮૨૦૨, વિનુભાઈ ડાંગર મો. ૯૮૨૫૯ ૧૩૬૧૫, શૈલેષભાઈ જાની મો. ૯૫૭૪૫ ૩૬૫૦૫ તેમજ ધીરુભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા અને ભાવેશભાઈ મહેતાનો સંપર્ક કરી શકે છે.









