મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મિતેશ ભરત કુબાવત નામનો યુવક મંગળવારે 181 અભ્યમના વાહનની ડ્રાઇવરની નોકરી કરી ઘરે આવ્યો હતો. ત્યારે સાંજના સમયે બાઇક લઇ બહાર નીકળ્યો હતો. ત્યારે પ્રેમ પ્રકરણમાં બાઇકને ઠોકર મારી ત્રણ શખ્સો એક કારમાં તેનું અપહરણ કરી દૂર લઇ ગયા હતા. અને ધોકા-પાઈપ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મોરબી સીટી બી- ડીવીજન પોલીસે નોંધેલ ફરિયાદમાં મારામારી અને અપહરણનો બનવા હત્યામાં પલટાયો હતો. ત્યારે પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. જેમાં આરોપી ધર્મેશ તથા પરેશની બુધવાર તા ૪ મેના સાંજના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસેથી ધરપકડ કરી હતી. તેમજ આરોપી મીનાબેનની ગુરુવારના રોજ સવારના 11 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરી હતી.
સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મૃતક મિતેશ ભરતભાઇ કબાવતને આરોપી મીનાબેન બાલુભાઇ વીડજાની સગીરા સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું. જેની જાણ ધર્મેશ બાલ વીડજા અને પરેશ બાલ વીડજાને થતાં મિતેશનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઈ જઈને ઢોર માર માર્યો હતો. જેમાં મિતેશનુ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીજન પોલીસે હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં આરોપીઓએ ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી..