Friday, September 20, 2024
HomeGujaratઓરેવા ગ્રુપ દ્વારા તેના તમામા કર્મચારીઓનો કોવીડ રસી ખર્ચ ઉઠાવવાની તૈયારી દાખવી

ઓરેવા ગ્રુપ દ્વારા તેના તમામા કર્મચારીઓનો કોવીડ રસી ખર્ચ ઉઠાવવાની તૈયારી દાખવી

ઓરેવા ગ્રૂપના સુપ્રીમો જયસુખભાઈએ તેના તમામ કર્મચારીઓને પીપીપી મોડલ મુજબ કોવિડ -19 રસીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દાખવી

- Advertisement -
- Advertisement -

સરકાર કોરોના વાયરસ સામે સામૂહિક રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહી છે, દેશ ના દરેક જરુરીયાત મંદ લોકો સુધી કોવિડ વેક્સીન પહોચી શકે તેના માટે સમગ્ર સરકાર અને તેની તમામ મશીનરી તન-તોડ પ્રયાસ કરી રહી છે.એમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ ઘણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને સાથ સહકારની ભાવનાથી આ મહા અભિયાનમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેથી રસીકરણનું મહા અભિયાન સરળ અને આર્થિક બોજ રહિત બને.

મોરબી સ્થિત વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ માં હજારો કર્મચારીઓ કાર્યરત છે માત્ર મોરબી જ નહિ પણ આજુબાજુના 60 કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલ ઘણા બધા ગામોના કર્મચારીઓ ઓરેવા ગ્રુપ સાથે જોડાયેલા છે ત્યારે અજંતા ઓરેવા ગ્રૂપે ગુજરાત સરકારને પત્ર લખીને તેના કર્મચારીઓ માટે કોવિડ -19ની રસીકરણનો ખર્ચ ઉઠાવવાની કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી છે અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કંપનીના પ્રસ્તાવને આગળ ધપાવી રાજ્યના માર્ગદર્શનની પણ અપેક્ષા સેવી છે.

કર્મચારીઓને કંપનીના ખર્ચે રસી અપાવવા અજંતા ઓરેવા ગ્રુપ જવાબદાર બિઝનેસ સમૂહ તરીકે તેમની ફરજ બજાવી વિશાળ અને પડકારજનક રસીકરણ અભિયાન માં સહભાગી થવા માંગે છે. પીપીપી મોડલ હેઠળ આ પ્રકારે સામુહિક પ્રયાસ દરેક સ્ટેટની દરેક કંપનીઓ દ્વારા કરવામાં આવે તો નબળી આર્થિક શક્તિ ધરાવતા કર્મચારીઓને કોવીડની રસી સરળતાથી મળી શકે અને સરકાર પર રહેલ આર્થિક ભાર હળવો કરી શકાય અને સાથે સાથે બધા જનસમુદાયને રસી સમયસર મળી શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!