Thursday, January 9, 2025
HomeGujaratSPC યોજના અનવ્યે યોજાયેલ સમર કેમ્પમાં તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની...

SPC યોજના અનવ્યે યોજાયેલ સમર કેમ્પમાં તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા જાહેર કરાઈ

શાળાના વિદ્યાર્થીઓમાં કાયદાના પાલન પ્રત્યે સમજ કેળવાય અને તેઓમાં આદર્શ નાગરિક બનવાની ભાવના પેદા થાય તેવા આશયથી ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે મોરબીમાં પણ સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે કે SPC યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગતો મુજબ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી, તા.જી.મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પાર્થના” થી કરી જેનાથી વિધાર્થીઓમાં તાજગીનો સંચાર થયો હતો. ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી, એલ.સી.બી પી.આઇ. ડિ.એમ. ઢોલ, રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા જીલ્લા શિક્ષણ અધિકારી પી.વી.અંબારીયા તથા CPOS તથા Dri Instructors વેગેરે ઉપસ્થીત રહ્યા હતા. આ સત્રમાં અધિકારીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલું અમુલ્ય છે. તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીક વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા. વિધાર્થીઓએ SPC ના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી. સત્ર પુર્ણ કરી તમામે બપોરનુ ભોજન લીધુ હતુ. બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શુ જોયુ, શુ કર્યુ, શું શીખ્યા તે અંગેની ચર્ચા કરવામા આવી. ત્યારબાદ રીસેસ સમયે તમામને હળવો નાસ્તો કરવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ૪૪ ના વર્ગમાં ઉર્મીગીત ગવડાવવા અંગેનો તાસ લેવામા આવેલ જેમા રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વેગેરે જેવા કેડેટને કંઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામાં આવેલ ત્યારબાદ પી.ટી ગણવેશમાં એક રમત ગમતનો તાસ લેવામા આવેલ જેમા કેડટ દ્વારા ઉભી ખો, બેઠી ખો, મારદડી, સંગીત ખુરશી જેવી સ્થાનીક રમતો રમવામાં આવેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!