Monday, November 25, 2024
HomeGujaratટંકારામાં પેટ્રોલ પંપના માલિકને પંપનો હિસાબ માંગતા મળી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારામાં પેટ્રોલ પંપના માલિકને પંપનો હિસાબ માંગતા મળી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારામાં પેટ્રોલ પંપના માલિકને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પેટ્રોલ પંપના માલિકે સંચાલક પાસે પંપનો હિસાબ માંગતા આરોપીઓને ન ગમતા તેઓએ પેટ્રોલ પંપના માલિકને બે વખત જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જે સમગ્ર મામલે પેટ્રોલ પંપના માલિકે ટંકારા પોલીસ સ્ટેશનમાં સાત ઈસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં શ્રોફ રોડ ઓમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં બસોએક રુડા બિલ્ડીંગ સામે રહેતા મૂળ ટંકારાનાં અજીતસિંહ નાનભા ઝાલા નામના વૃધ્ધનું નેકનામ ગામે પેટ્રોલપંપ આવેલ હોય જેનું સંચાલકન પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા તથા સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા કરતા હોઈ અને ફરીયાદીએ પંપનો હિશાબ માંગતા જે બંને આરોપીઓને સારુ નહી લાગતા ધર્મેંન્દ્રસિંહ ઉફ્રે ટેપો જસુભા ઝાલા, ધનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા તથા પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલાએ પંપ પર વારા ફરતી આવી ગાળો આપી પેટ્રોલપંપ બંધ કરવાની ધમકી આપી તથા અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલાએ વૃધ્ધના પાર્ટનરને પેટ્રોલપંપથી ટંકારા તરફ આવતા રસ્તામા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!