મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ તળાવ કાંઠે ઘાસની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવવામાં તથા અન્ય એક પ્રોહી.ના ગુનામાં એમ કુલ બે ગુનામાં છેલ્લા ચારેક માસથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પૂર્વ બાતમીને આધારે મોરબીમાંથી જ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે આરોપીને હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અન્વયે મોરબી પેરોલફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ. પુથ્વીરાજસિંહ જાડેજાને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ બે પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજીભાઇ ખોડ મોરબી જોન્સનગર વિસ્તારમાં આવેલ રાજા નામની પાનની દુકાન પાસે હોવાની ચોકકસ હકિકત આધારે તાત્કાલિક પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ઉપરોકત ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજીભાઇ ખોડ ઉવ-૨૦ રહે.મોરબી જોન્સનગર શેરી નંબર-૮ મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ જોડાયેલા હતા.