મોરબી શહેરની અવની ચોકડી પાસે ચોમાસા દરમિયાન પાણીના તલાવડા ભરાઈ જતા હોય છે. મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે છેલ્લા ચાર પાંચ વર્ષથી દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય છે જેથી લોકોને પોતાના કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે જેથી ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા સ્થાનિકોએ માંગ ઉઠાવી હતી. જે માંગને વાંચા આપી મોરબી નગરપાલિકા દ્વારા ચોમાસાના પાણીના નિકાલ માટેની યોજનાનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના હાર્દ સમા વિસ્તારમાં ચોમાસાના પાણી નિકાલ માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઇપલાઇનના કામનું આવતીકાલે તા. 01/06/2023ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં જાહેર જનતાને પધારવા મોરબી નગરપાલિકાના વહીવટદાર એન.કે. મૂછાર તથા ચીફ ઓફિસર ડી.સી. પરમાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા યોજનાનું ખાતમુહૂર્ત કરાશે તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહેશે. જયારે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મોરબી શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા ઉપસ્થિત રહેશે.