Wednesday, August 27, 2025
HomeGujaratટંકારા-મોરબી રોડની દુર્દશા : રાજાશાહી વખતનો ઐતિહાસિક માર્ગ આજે જંગલમાં ફેરવાયો

ટંકારા-મોરબી રોડની દુર્દશા : રાજાશાહી વખતનો ઐતિહાસિક માર્ગ આજે જંગલમાં ફેરવાયો

ટંકારા મોરબી નાકાનો રાજાશાહી વખતનો રાતો હાલ જંગલમાં ફરવાઈ ચુક્યો છે, એક સમયે રેલ્વે અને એસટી સહિતનો આવા ગમન થતો આ માર્ગ આજે ગુગલ મેપથી પણ બહાર થઈ ચુક્યો છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે સ્થાનિક પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ આ માર્ગની બદતર હાલતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સરકારનું ધ્યાન દોર્યું છે.

ટંકારા-મોરબી નાકાનો રસ્તો રાજાશાહીના યુગમાં ટંકારાથી મોરબી જવા માટેનો મુખ્ય માર્ગ ગણાતો હતો. જે ટંકારા-મોરબી રોડ આજે દયનીય સ્થિતિમાં છે. એક સમયે આ માર્ગ પર ધમધમતી કોટન મિલ, ટેલિફોનની ઓફિસ, રેલવે સ્ટેશન અને ધેટા કેન્દ્રની રોનક હતી.

દૈનિક એસ.ટી બસ લગ્નની જાન અને હટાણુ ખરીદી માટે આવા ગમન આ માર્ગ ઉપર થતુ હતું. પરંતુ આજે આ રસ્તો રિપેરિંગના અભાવે ગાંડા બાવળના જંગલમાં ફેરવાયો છે. એટલુ જ નહી નાની ગલીઓ જેનાથી અજાણી નથી એ ગુગલ મેપમાં પણ આ માર્ગનો નામોનિશાન નથી, જે આ ઐતિહાસિક રસ્તાની દુર્દશાને દર્શાવે છે. સ્થાનિક પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ આ માર્ગની બદતર હાલતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સરકારનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે આ રસ્તાને ફરીથી સુધારવા માટે રજૂઆત કરી છે. 1967 સુધી આ માર્ગ પર એસટી બસોની અવરજવર થતી હતી, અને આજે પણ ટંકારાના રહેવાસીઓ તેમજ અમરાપર અને ટોળ રોડના લોકો માટે આ માર્ગની તાતી જરૂર છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તો ફરીથી સુધારવામાં આવે તો ન માત્ર ટંકારા-મોરબીની કનેક્ટિવિટી સુધરશે, પરંતુ આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળશે. અને ટ્રાફિક સહિતની અનેક સમસ્યામાં રાહત મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!