મોરબી જિલ્લાનાં જેતપર ગામે ગત 22 તારીખે એક યુવાન પર આંઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેના વિરોધમાં ગઈકાલે સમસ્ત જેતપુર ગામ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.
બનાવ અંગે મળતી વિગત અનુસાર, ગત 22 તારીખના રોજ મોડી સાંજે રાજેશ ભુદરભાઇ કંડીયા નામના યુવાન પર ગાડી કેમ માથે નાખશ તેમ કહી આઠ શખ્સો ધોકા, પાઇપ, છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ યુવકની સ્વીફટ ગાડીમાં પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરવાં આવી હતી. તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના વિરોધમાં ગઈકાલે સમસ્ત જેતપર ગામ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. જેને પગલે આખરે મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે રાજેશ ભુદરભાઇ કંડીયાની ફરિયાદના આધારે અબ્દુલ નથુભાઇ કૈડા, અબ્દુલભાઈનો દિકરો ભુરો, અબ્દુલભાઇનો દિકરો ઇમ્તિયાઝભાઇ, અસલમ હનીફભાઇ, અબ્દુલભાઇનો ભત્રિજો અકિલ, અબ્દુલભાઇનો ભત્રિજો સાહિદ, તુફાન ઓસમાણભાઇ તથા હુશેન ઓસમાણભાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.