સિનેમાંમાં આપણે પોલીસનો રોલ નિભાવતા અનેક કલાકરોને જોયા છે. અને પડદા પર દેખાતી પોલીસની નોકરી ખૂબ સારી પણ લાગતી હોય છે. પરંતુ ક્યારેક કોઇએ વિચાર્યું છે કે, ખરેખરમાં જે પોલીસ કર્મી ફરજ બજાવી રહ્યો છે, તેની પાછળની કહાની શું છે ? પડાદ પર આપણે કલાકારોને પોલીસનો રોલ કરતા જોઈએ છીએ. પણ રીયલ કોપને પડદા પર એ જ ભૂમિકા નિભાવતા ક્યારેય જોયા છે. ? ત્યારે પ્રથમ વખત ગુજરાત પોલીસના ઇતિહાસમાં આ શક્ય બન્યું છે અને તે પણ ડીજીપી વિકાસ સહાયની મદદથી.
ગુજરાત પોલીસના એક એવા રીયલ પોલીસ કર્મી જેઓ અગાઉ વડોદરા શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેમની તાજેતરમાં જ તેમની મોરબી ખાતે બદલી થઇ છે. પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અરુણ મિશ્રા ફરજની સાથે પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ એટલું જ ધ્યાન આપે છે. તેઓ માને છે કે, સ્વાસ્થય તંદુરસ્ત હશે તો આપણે ગમે તેવી મુશ્કેલી હશે પાર કરી શકીશું. PSI અરુણ મિશ્રા તેમની વર્દી સાથે ખૂબ પ્રેમ છે પરંતુ તેમની અંદર એક કલાકાર પણ છુપાયેલો છે. જેથી તેઓ ફિલ્મોમાં કામ કરવાનુ પસંદ કરે છે. તેમને અનેક વખત ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. પરંતુ નોકરીની વ્યસ્તતાને કારણ તેઓ આ કરી શક્યાં નથી. તેવામાં તેમણે એક દિવસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પાસે ફિલ્મમાં કામ કરવા અંગેની મંજૂરી માગી હતી. અરુણ મિશ્રાનો રેકોર્ડ અને કામગીરી જોતા DGP એ તેમને ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપી હોવાનુ જાણવા મળી રહ્યું છે. DGP વિકાસ સહાયની મંજૂરી મળતા તેમણે ચાઇલ્ડ ટ્રાફિકીંગ પર બની રહેલી ફિલ્મમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં સેન્ટ્રલ જેલ અને પોલીસ ટ્રેનિંગ સેન્ટરના સીન હોવાથી તેમણે શૂટીંગ માટે DGP વિકાસ સહાયની મંજૂરી માગી હતી. જેથી ફિલ્મમાં સાબરમતી સેન્ટ્રલ જેલ અને કરાઇ પોલીસ એકેડેમી દર્શાવવામાં આવી છે. જે ફિલ્મ બાળ તસ્કરી ઉપર આધારીત છે, જેમાં ગુજરાત પોલીસના રીયલ કોપ અરૂણ મિશ્રા પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેકટર અરૂણ મિશ્રા સાથે રહીં સમજ્યા કે પોલીસ કંઇ રીતે ચાઇલ્ડ ટ્રાફિકીંગના કેસ પર કામ કરે છે. અને ત્યાર બાદ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં પોલીસ અધિકારી તરીકે કામ કર્યા હતા બાદ બોલીવુડના સુપરહીટ ડાયરેકટર રોહિત શેટ્ટી સાથે પણ કામ કરવાની ઈચ્છા પણ પી.એસ.આઇ અરૂણ મિશ્રા ધરાવે છે.