પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી પાસેથી ગત મહિને મોડી રાતે બાઇક પર જઇ રહેલા ટોબેકો વેપારીને મોપેડ પર આવેલા ત્રણ લૂંટારૂઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રોકડા રૂ. 8 લાખની મત્તા લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ગણતરીના દિવસોમાં બે આરોપીઓને પકડી પાડતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેર ડી.સી.બી. અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. ડી.જે. સીસોદીયાએ તેમની ટીમ સાથે વર્કઆઉટમાં રહી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારથી ગંભીર ઇજા કરી રોકડા રૂ. ૮ લાખની લુંટનો ચકચારી ભરેલ ગુનો બનવા પામેલ જે ગુનાના કામે પી.એસ.આઇ. ડી.જે. સીસોદીયાએ તેમની ટીમ સાથે વર્કઆઉટમાં રહી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં વાપરેલ વાહન તથા રોકડ રકમ સહીત કુલ રૂપિયા ૩,૫૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ગુનાના કામે ઝડપી પાડી પી.એસ.આઇ. ડી.જે. સીસોદીયાએ ફરજ પ્રત્યે દ્રષ્ટાંતરૂપ કર્તવ્યનિષ્ઠા દાખવેલ છે. આ પ્રસંશનીય કામગીરી બદલ સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા તેમને સિલ્ડ આપી સન્માનિત કરાયા હતા અને ભવિષ્યમાં પણ આજ રીતે પોલીસ વિભાગ માટે ખંતથી અને અસરકારક રીતે ફરજ બજાવવા પ્રતિબદ્ધ રહેશો તેવી અપેક્ષા સાથે શુભકામના પાઠવી હતી.